atal foot over bridge open : અહિયાં કેફેટેરિયા થી લઈ બેસવા સુધી ની બધીજ સુવિધાઓ મળી રહશે !

 atal foot overbridge (atal pedenstrian bridge)

WhatsApp Group Join Now
Telegram Group Join Now

અટલ ફૂટ ઓવર બ્રિજ એ અમદાવાદની સાબરમતી નદી પર બનાવવામાં આવેલ છે. અને આ પદયાત્રી ઓવર બ્રિજ માટે બનાવવામાં આવેલ છે. 

atal foot over bridge
atal foot over bridge

21 માર્ચ 2018 ના રોજે સાબરમતી ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા 74 કરોડ ના ખર્ચે આ પદયાત્રી ઓવર બ્રિજ ની મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન  એ આ ઓવરબ્રિજ નું નામ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી ની જન્મ સાલગીરહ 25 ડિસેમ્બર 2021 ના રોજે આ નામ રાખવાનો નિર્ણય લીધો હતો. આ ઓવર બ્રિજ નું બાંધકામ જુલાઇ 2022 સુધી માં પૂરું થયું. અને એનું ખાતમૂહર્ત ભારતના વર્તમાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ના હસ્તે 27 ઓગસ્ટ 2022 ના રોજે કરવામાં આવ્યું. 

આ ઓવરબ્રિજ તૈયાર કોણે કર્યો ? 

અટલ ફૂટ ઓવર બ્રિજ ની ડિઝાઇન stup consultant limited મુંબઈ એ તૈયાર કરી હતી. અને એનું નિર્માણ p & r infaprojects limited એ તૈયાર કરેલ છે.

અટલ ફૂટ ઓવરબ્રિજ ના બીજા નામ 

  1. riverfront ફૂટ ઓવરબ્રિજ 
  2. સાબરમતી riverfront વોક વે બ્રિજ 

atal foot over bridge વિશેષ 

આ ઓવરબ્રિજ ની ડિઝાઇન શહેર માં ઉજવાતો મહત્ત્વ નો તહેવાર ઉત્તરાયણ એટલે કે પતંગ પરથી આ અટલ ફૂટ ઓવર બ્રિજ ની ડિઝાઇન તૈયાર કરવામાં આવેલ છે. 

 અટલ ફૂટ ઓવરબ્રિજ બે વધારે ના પાયા સાથે નો સિંગલ સ્પાન સ્ટીલ ટ્રસ ઓવરબ્રિજ છે. ટ્રસ નો ક્રોસ વિભાગ પતંગ જેવો જ આકાર ધરાવે છે. ટ્રસ ની ઊચાઇ એક કમાન ની છાપ આપે છે જે દરેક છેડે ગોળાકાર બેરિંગ પર આધારભૂત છે. ટ્રસ ની ઉડાઈ બધી જ લંબાઈ માં બદલાય છે. પતંગો ના રંગો ને માફક રંગબેરંગી ફેબ્રિક પનેલ્સ થકી આખા પુલ ને રંગબેરંગી શેડ આપવામાં આવ્યો છે. તે ત્યાં ચાલી રહેલ લોકો ને વધારે પડતું કઠોર વાતાવરણ થી રક્ષણ કરશે.

તે 300 મિટર એટલે કે 980 ફૂટ લાંબુ છે અને 10 મિટર થી લઈ 14 મિટર સુધી (33 ફૂટ થી લઈ 46 ફૂટ સુધી) પહોળાઈ ધરાવે છે. 

આ બ્રિજ બનાવવામાં આશરે 2600 મેટ્રિક ટન સ્ટીલ નો ઉપયોગ થયો માનવામાં આવે છે. 

અટલ ફૂટ ઓવરબ્રિજ કેટલા મિટર લાંબો છે ?

  અટલ ફૂટ ઓવરબ્રિજ 300 મિટર લાંબો છે.

અટલ ફૂટ ઓવરબ્રિજ પર મળતી સુવિધાઓ 

અટલ ફૂટ ઓવરબ્રિજ પર બેસવા માટે બેન્ચ લગાવવામાં આવી છે,એલઈડીલાઇટ તેમજ હરિયાળું વાતાવરણ જોવા મળે છે,તમે અહિયાં રાત્રિ નો સમય સારી રીતે વિતાવી શકો છો અહિયાં બેસવા માટે સારી એવી જગ્યા છે પરંતુ અહિયાં ની સારી વાત એ છે કે બાઇક અને ફોર વ્હીલ માટે પાર્કિંગ પણ બનાવવામાં આવ્યું છે.  

Leave a Comment