લોકરક્ષક ભરતીમાં મોટો ફેરફાર! હવે દોડના ગુણ નહીં, ફક્ત પાસ-ફેલ!

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

હવે નહીં ગણવામાં આવે વજન,નિયત સમય માં દોડ પૂરી કરી,પાસ કરો LRD પરીક્ષા

LRD Bharti 2024 : ગુજરાત પોલીસ ની તૈયારી કરતાં યુવાનો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે, આવનારી ગુજરાત પોલીસ ની ભરતી પક્રિયા માં રાજ્ય સરકારે મોટો ફેરફાર કર્યો છે. જેમાં શારીરિક કસોટી થી લઈ લેખિત પરીક્ષા માં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

LRD Bharti

આ નવા ફેરફાર રાજ્ય સરકારે યુવાનોની બુદ્ધિમતા અને શારીરક ક્ષમતા ને ધ્યાન માં રાખી કરવામાં આવ્યા છે,આ નવા નિયમો LRD ભરતી ની તૈયારી કરતાં યુવા માટે એક મહત્ત્વનો નિર્ણય છે તો ચાલો જાણીએ શું છે ? મોટો ફેરફાર

પહેલા શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, પરંતુ હવે આ નિયમ રદ કરવામાં આવ્યો છે.

આ ફેરફાર મુજબ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રાઉન્ડ રહેશે અને તેમાં કોઈ ગુણ આપવામાં આવશે નહીં.જે ઉમેદવારો શારીરિક કસોટીમાં પાસ થશે તેઓ ત્યારબાદ ઓબ્જેક્ટિવ MCQ ટેસ્ટમાં ભાગ લઈ શકશે.

જૂની પદ્ધતિ

 • 2 કલાકની MCQ ટેસ્ટ
 • 100 ગુણ

નવી પદ્ધતિ

 • 3 કલાકનું OBJECTIVE MCQ ટેસ્ટ
 • 200 ગુણ

બે ભાગમાં વિભાજીત પેપર

 • ભાગ A: 100 ગુણ
 • ભાગ B: 100 ગુણ
 • દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ગુણ મેળવવા ફરજિયાત

આ ફેરફાર 2024-02-07 થી અમલમાં આવશે.

શારીરિક કસોટી નવા નિયમ

 • પુરુષ ઉમેદવારો: 25 મિનિટમાં 5 કિલોમીટર
 • મહિલા ઉમેદવારો: 9.5 મિનિટમાં 1600 મીટર

જુના પરીક્ષા નિયમોમાં ફેરફાર

જુના પરીક્ષા નિયમોમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. સાયકોલોજી, સોશ્યોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવીડન્સ એક્ટ જેવા વિષયો હવે રદ કરવામાં આવ્યા છે.

નવા પરીક્ષા નિયમો મુજબ, નીચે મુજબના મુખ્ય વિષયો ઉમેરવામાં આવ્યા છે

 • સામાન્ય જ્ઞાન (General Knowledge)
 • ગુજરાતનો ઇતિહાસ અને સંસ્કૃતિ (History and Culture of Gujarat)
 • ભારતનો ઇતિહાસ અને સંસ્કૃતિ (History and Culture of India)
 • ભારતીય બંધારણ (Indian Constitution)
 • ભૂગોળ (Geography)
 • અર્થશાસ્ત્ર (Economics)
 • વિજ્ઞાન (Science)
 • તર્ક અને ગણિત (Reasoning and Mathematics)
 • ગુજરાતી ભાષા (Gujarati Language)
 • અંગ્રેજી ભાષા (English Language)

વધારાના ગુણ માટે નવી યોગ્યતા

પહેલા લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં હવે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી (RRU) ઉપરાંત, નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી (NFSU)માંથી કરેલા કોર્ષ માટે પણ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવશે.

ગુણ કેવી રીતે આપવામાં આવશે

ગુણ પરિણામના આધારે નહિ, પરંતુ કોર્ષના સમયગાળા (Duration)ના આધારે આપવામાં આવશે.

NFSU અથવા RRUમાં કરેલ કોર્ષનો સમયગાળોઆપવાના થતા વધારાના ગુણ
01 વર્ષ03
02 વર્ષ05
03 વર્ષ08
04 વર્ષ કે તેથી વધુ10

પસંદગી પ્રક્રિયા

 • આખરી પસંદગી યાદી OBJECTIVE MCQ TEST અને વધારાના ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.

Leave a Comment