Gujarat Highcourt : જાણો ગુજરાત હાઈકોર્ટ વિશે ! સંપૂર્ણ જાણકારી

Gujarat Highcourt : દેશ કોઈ પણ પણ પ્રકાર નો ગુનો અથવા કૃત્ય કરે તો તેને ન્યાયિક હીરાસત લેવા અથવા ન્યાય આપવાનું કાર્ય દેશ ની અદાલત ને આપવામાં આવેલ છે જે દેશ માં બનેલ કાનૂન ને ધ્યાન માં લઈ તમામ કારીએઆહી કરવામાં આવે છે અને પછી સુનાવણી કરવામાં આવે છે.  

WhatsApp Group Join Now
Telegram Group Join Now
GUJARAT HIGHCOURT
GUJARAT HIGHCOURT

દેશ ની સૌથી ઉચ્ચ ન્યાયાલય એ સુપ્રીમ કોર્ટ (Supreme Court) જે દિલ્લી માં આવેલ છે. અને ત્યાર પછી રાજ્યની વડી અદાલત(Highcourt) જે અમદાવાદ માં સ્થિત છે અને ત્યાર બાદ જિલ્લા અદાલત  (district court) પછી તાલુકા અદાલત(Taluka Court) આવે છે.

તો આજે આપણે જાણીએ રાજ્ય ની અદાલત જે ગુજરાત હાઇકોર્ટ (Gujarat Highcourt)ના નામે ઓળખાય છે. 

ગુજરાત હાઇકોર્ટ શરૂઆત | (Gujarat Highcourt)

 ગુજરાત હાઇકોર્ટ(Gujarat Highcourt) એ ગુજરાત રહી ની વડી અદાલત છે . તેની સ્થાપના 1 મે 1960 ના રોજ બોમ્બે રાજ્ય થી ગુજરાત રાજ્ય અલગ થયું હતું ત્યારે વડી અદાલત ની સ્થાપના થઈ હતી આ અદાલત ને બોમ્બે રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1960(Bombay Reorgenaizetion Act,1960) અનુસાર છૂટું પાડવામાં આવ્યું હતું.  

આ વડી અદાલત અમદાવાદ ના આકાશવાણી કેન્દ્ર નવરંગપુરા નજીક કામ કાજ ચાલુ કર્યું હતું ત્યાર બાદ ત્યાંથી 16 જાન્યુઆરી 1999 માં અમદાવાદ ના સોળ વિસ્તાર સરખેજ-ગાંધીનગર હાઇવે (S-G Highway) ખાતે બનાવવા માં આવી અને શિફ્ટ કરવામાં આવી. 

ક્ષેત્ર | Area

આ અદાલત સમગ્ર ગુજરાત રાજ્યમાં લાગુ પડે છે ગુજરાત ના તમામ જિલ્લા તેમજ તાલુકા માં આ વડી અદાલત અધિકાર ક્ષેત્ર ધરાવે છે. 

ગુજરાત હાઇકોર્ટ (Gujarat Highcourt) માં રહી ચૂકેલ અત્યાર સુધી મુખ્ય ન્યાયધીશ | Gujarat Highcourt all chief Justice

  1. સુંદરલાલ ત્રિકામલાલ દેસાઇ 
  2. કાંતિલાલ ઠાકોરદાસ દેસાઇ 
  3. જયશંકર મણિલાલ શેલાત 
  4. નોમાનભાઈ મહમદભાઈ મિયાયભોય 
  5. પી. એન. ભાગવત 
  6. બીપીનચંદ્ર જીવનલાલ દીવાન 
  7. શેશરેડ્ડી ઓબુલ રેડ્ડી 
  8. મનહરલાલ પ્રાણલાલ ઠક્કર 
  9. પી. સુબ્રમનિયંમ પોતી 
  10. પી. આર. ગોકુળકૃષ્ણ 
  11. ગણેન્દ્ર નારાયણ રાય 
  12. આર. નૈયનાર સુંદરમ 
  13. ભુપીન્દર નાથ કિરપાલ 
  14. ગુરુદાસ દત્તા કામત 
  15. કુમારન શ્રીધર 
  16. કે. જી. બાલાકૃષ્ણં 
  17. ડી. એમ. ધર્માધિકાર 
  18. દયા શરણ સિંહા 
  19. ભવાની સિહ 
  20. વાય. આર. મીના 
  21. કે. એસ. રાધાકૃષ્ણન 
  22. એસ. જે. મુખોપાધ્યાય 
  23. ભાસ્કર ભટ્ટાચાર્ય 
  24. આર. સુભાસ રેડ્ડી 
  25. વિક્રમ નાથ 
  26. અરવિંદ કુમાર
  27. સોનિયા ગિરધર ગોકાણી
  28. આશિષ જીતેન્દ્ર દેસાઈ ( હાલના વર્તમાન)

Leave a Comment