ખેડૂત યોજના 2023 : આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24 પશુપાલન ને લગતી તમામ યોજના ની માહિતી

ખેડૂત યોજના 2023 | ikhedut portal yojana 2023-24 : ગુજરાત સરકાર ખેડૂત ને સારી ઉપજ અને નફો મળી રહે એ માટે નવી નવી સબસિડી વાળી સહાય આપતી રહે છે, ખાસ કરી ને ગુજરાત માં કૃષિ ક્ષેત્ર માં જેટલા મોટાપાયે ખેતી નો વ્યવસાય થાય છે, એટલા જ પ્રમાણ માં પશુપાલન થાય છે,ખેતી માં તો સરકારી સહાય મળે જ છે પરંતુ પશુપાલન ની સહાય પણ કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ આઈ ખેડૂત પોર્ટલ યોજના થકી આપવામાં આવે છે. તો આજે આપણે હાલ આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023 24 માં ચાલતી વિવિધ યોજના વિશે જાણકારી મેળવીશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24
આઇ ખેડૂત પોર્ટલ યોજના 2023-24

ખેડૂત યોજના 2023 | ikhedut portal 2023 yojana list

યોજના આઇ ખેડૂત પોર્ટલ પશુપાલન ની યોજના
વિભાગ કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ
કઈ તારીખથી અરજી કરવી01/05/2023 થી 15/09/2023 સુધી
કોણ અરજી કરી શકે?તમામ ગુજરાતના લાભાર્થી
અરજી કરવાની વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/

આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 | ikhedutportal Pashupalan Yojana 2023

 ikhedut portal ગુજરાત પશુપાલન યોજના માં હાલ કુલ 9 જેટલી યોજના ચાલી રહી છે જેમાં 5 યોજના પશુપાલન ને લગતી અને 4 યોજના મરઘાં પાલન ને લગતી યોજના ikhedutportal પર ચાલી રહી છે.

પશુપાલન

નંબરયોજના
1એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જનજાતિના પશુપાલકોને 12% વ્યાજ સહાય
2એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે અનુસુચિત જાતિના પશુપાલકોને 12% વ્યાજ સહાય
3એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે રાજ્યના પશુપાલકોને 12% વ્યાજ સહાય
4પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 50 દુધાળા પશુઓ (કાંકરેજ અને ગીર ગાય)ના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના
5સ્વરોજગારીના હેતુ પશુપાલન વ્યવસાય માટે 12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

મરઘાંપાલન

નંબરયોજના
1અનુસુચિત જનજાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
2અનુસુચિત જાતિના લાભાર્થીઓ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
3આર્થિકરીતે નબળા વર્ગ માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના
4રાજયના દિવ્યાંગ લોકો માટે મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના

પશુપાલન યોજના ફોર્મ 2023

ikhedut Yojana પશુપાલન યોજના માં ચાલી વિવિધ યોજના ની વિસ્તૃત માહિતી અને લાભો વિશે સમજીશું.

એક થી વીસ દુધાળા પશુ એકમની સ્થાપના માટે પશુપાલકોને ૧૨ % વ્યાજ સહાય

આ યોજનામાં પશુ માટે નવું રહેઠાણ બનાવવા માટે અને પશુ ખરીદી કરવા ની યોજના છે જેમાં કુલ 1 થી 20 દૂધ વાળા પશુ એક સાથે રાખી શકાય. જેમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ,આર્થિક રીતે નબળા અને સામાન્ય જાતિ લાભાર્થી આ યોજના નો લાભ લઈ શકે છે.

સહાય ધોરણ

પશુ એકમની કિંમત અથવા બેંક પશુ ખરીદી કરવા એકમદીઠ કરેલ ધિરાણ બંનેમાથી જે ઓછું હોય તેના ઉપર બેંકે ખરેખર ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ 12% સુધી વ્યાજ સહાય પાંચ વર્ષનાં સમયગાળા સુધી સદર યોજના હેઠળ મળવાપાત્ર થશે.

યોજના નો લાભ

લાભાર્થીએ રાષ્ટ્રિયકૃત બેંક અથવા ભારતીય રીઝર્વ બેંક ધ્વારા માન્ય નાણાંકીય સંસ્થા મારફતે એકમ સ્થાપવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માં લોન મેળવેલ હોય તો જ સહાયને પાત્ર રહેશે.જેમાં રાજ્ય દીઠ જિલ્લા 14 લક્ષ્યાંક રાખેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો દાખલો-સક્ષમ અધિકારીનો (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)
  • બરકોડેડ રેશનકાર્ડ
  • જમીનનો આધાર પુરાવો
  • લાભાર્થીનું બાંહેધરી/સંમતિ પ્રતક
  • લોન એકાઉન્ટ પાસબુક અથવા બેંક દ્વારા લોન ચુકવ્યા અંગેનું પ્રમાણપત્ર
  • સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગ લાભાર્થી માટે)

અરજી કરવાની તારીખ

અરજી કરવાની શરૂઆત 01/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ 15/09/2023

50 દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના માટે સહાયની યોજના

આ યોજના માં લાભાર્થી ને કાંકરેજ અને ગીર ગાય ના એકમ ની સ્થાપના માટે સહાય પૂરી પાડવામાં આવે છે,જેમાં પશુપાલન ને ઉપયોગી તમામ સાધનો નો સમાવેશ થાય છે. આ યોજના નો લાભ કાંકરેજ અને ગીર ગાય ડેરી ફાર્મ ઉદ્યમી લાભ લઈ શકે છે. આ યોજના રાજ્ય દીઠ જિલ્લા 33 લક્ષ્યાંક રાખેલ છે. .

સહાય ધોરણ માપદંડ

  • પશુઓની ખરીદી માટે બેંક દ્વારા કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિટ કોસ્ટ બંન્નેમાંથી જે ઓછી રકમ હોય તેના 7.5% વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી મળવાપાત્ર રહશે.
  • લાભાર્થીને નિયત માપદંડ મુજબ થયેલ ડેરી ફાર્મના બાંધકામના ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.500000/- બંન્નેમાંથી જે ઓછી હોય તે રકમ સહાય રૂપે મળવાપાત્ર રહશે.
  • પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વિમો એક સાથે લેવાનો રહેશે, જે માટે પશુ વિમાની રકમના યુનીટ કોસ્ટ (રૂ.2,40,000/-)ના 75% લેખે મહત્તમ રૂ1,80,000/- મુજબ સહાય મળવાપાત્ર રહેશે. વૈકલ્પિક / મરજીયાત ઘટક
  • (૪) ઇલેક્ટ્રિક ચાફકટર પર યુનિટ કોસ્ટ (રૂ40,000/-)ના 75% લેખે રૂ30,000/-
  • ફોગર યુનીટ માટે (યુનીટ કોસ્ટ રૂ30,000/-)ના 75% લેખે મહત્તમ રૂ.22,500/-
  • મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટ (રૂ75,000/-) ના 75% લેખે મહત્તમ રૂ 56,250/- સહાય રૂપે મળવાપાત્ર રહેશે

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો દાખલો-સક્ષમ અધિકારીનો (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)
  • બરકોડેડ રેશનકાર્ડ
  • જમીનનો આધાર પુરાવો
  • બેંક લોન મંજૂરી આદેશ
  • લાભાર્થીનું બાંહેધરી/સંમતિ પ્રતક
  • સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગ લાભાર્થી માટે)

અરજી કરવાની તારીખ

અરજી કરવાની શરૂઆત01/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ15/09/2023

12 દૂધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપનાની સહાય યોજના

આ યોજના માં સરકાર 12 પશુ ની ખરીદી માટે ખરીદી કિમત માં સબસિડી પૂરી પાડે છે જેમાં અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિના લાભાર્થી ને 8.5% તેમજ ગીર/કાંકરેજ માટે 12% વ્યાજ સહાય અને સામાન્ય કેટેગરી ના લાભાર્થી ને 7.5% વ્યાજ સહાય મળવાપાત્ર રહશે. આ યોજના માં રાજ્ય દીઠ જિલ્લા 1500 રાખવામાં આવેલ છે.

સહાય ધોરણ માપદંડ

  • કેટલશેડના બાંધકામ પર 50% મહત્તમ રૂ1.50 લાખ સહાય, ગીર / કાંકરેજ માટે 75% મહત્તમ રૂ2.25 લાખ સહાય
  • પશુઓના ત્રણ વર્ષના વિમા પર ૭૫ % મહત્તમ રૂ43,200/- ની સહાય, ગીર / કાંકરેજ પર 90% મહત્તમ રૂ51,840/- સહાય વૈકલ્પિક/મરજીયાત ઘટક
  • ઇલેક્ટ્રિક ચાફકટર/ફોગર સીસ્ટમ અને મિલ્કીંગ મશીન પર યુનિટ કોસ્ટના 75% લેખે મહત્તમ રૂ18,000/-, રૂ9,000/-, અને રૂ33,750/- સહાય મળશે.
  • ગીર/કાંકરેજ માટે યુનિટ કોસ્ટના 90% લેખે મહત્તમ રૂ21,600/-, રૂ10,800/- અને રૂ40,500/- સહાય મળશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો દાખલો-સક્ષમ અધિકારીનો (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)
  • બરકોડેડ રેશનકાર્ડ
  • જમીનનો આધાર પુરાવો
  • બેંક લોન મંજૂરી આદેશ
  • લાભાર્થીનું બાંહેધરી/સંમતિ પ્રતક
  • સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર
  • સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર (ફક્ત દિવ્યાંગ લાભાર્થી માટે)

અરજી કરવાની તારીખ

અરજી કરવાની શરૂઆત01/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ15/09/2023

મરઘાંપાલન યોજના ફોર્મ 2023

મરઘાંપાલન યોજના માં ચાલી વિવિધ યોજના ની વિસ્તૃત માહિતી અને લાભો વિશે સમજીશું.

મરઘાપાલન તાલીમ અંતર્ગત સ્ટાઈપેંડની યોજના

ગુજરાત ના કોઈ પણ ઉમેદવાર મરઘાં ઉછેર ની તાલીમ લેવા માંગતા હોય એમને આ લાભ મળવાપાત્ર છે જેમાં તાલીમાર્થી ને સ્ટાઇપેન્ડ રૂપે રૂ.2000/- મળે છે,જેનો લાભ અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/આર્થિક રીતે નબળા અને દિવ્યાંગ લાભાર્થી મરઘાંપાલન સ્ટાઇપેન્ડ યોજના નો લાભ લઈ શકે છે.

ગુજરાત માં વર્ષ 2023-24 નો લક્ષ્યાંક અનુસૂચિત જાતિ – 1006,અનુસૂચિત જનજાતિ-2500,આર્થિક રીતે નબળા-2000 અને દિવ્યાંગ લાભાર્થી – 200 રાખવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિનો દાખલો-સક્ષમ અધિકારીનો (અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ)
  • બરકોડેડ રેશનકાર્ડ
  • બચત ખાતા બેંક પાસબુક અથવા કેન્સલ ચેક
  • મરઘાપાલન તાલીમ પ્રમાણપત્ર
  • સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર

અરજી કરવાની તારીખ

અરજી કરવાની શરૂઆત01/05/2023
અરજી કરવાની છેલ્લી તારીખ31/12/2023

અરજી કરવા માટેની લિન્ક

Apply Online અહી ક્લિક કરો

ikhedut yojana 2023 FAQ’s

આઈ ખેડૂત પશુપાલન યોજના 2023 માં અરજી કરવાની છેલ્લી તારીખ કી છે?

પશુપાલન – 01 મે 2023 થી 15 સપ્ટેમ્બર 2023
મરઘાંપાલન – 01 મે 2023 થી 31 ડિસેમ્બર 2023

પશુપાલન યોજના 2023 માં અરજી કેવી રીતે કરવી ?

આઈ ખેડૂત પોર્ટલ ની વેબસાઇટ પર જઈ અરજી કરવાની રહશે.

ખેડૂત યોજના 2023 માં અરજી કરવાની સત્તાવાર વેબસાઇટ કઈ છે?

www.ikhedut.gujarat.gov.in