PM Kisan Samman Nidhi Yojana : આ તારીખે આવી શકે છે 15મો હપ્તો, એક પરિવાર માંથી કેટલા મળશે લાભ

PM Kisan Yojana : આપણાં હાલ ના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આર્થિક રીતે નબળા ખેડૂત માટે પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના બહાર પાડવામાં આવેલ છે જેમાં દરેક ખેડૂત ને વર્ષે રૂ6000 ત્રણ હપ્તા થકી ચૂકવવામાં આવે છે,જેમાં અત્યાર સુધી માં PM Kisan Samman Nidhi Yojana ના 14 હપ્તા ખેડૂતના ખાતા માં સીધા જમા કરવામાં આવ્યા છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ યોજના ખેડૂત માટે ખૂબ સરસ છે જેમાં આર્થિક નબળા ખેડૂત ને ઘણી સહાયતા મળે છે અને આ યોજના માં અરજી કરીને દેશ માં કરોડો ખેડૂત ને લાભ લઈ રહ્યા છે, પીએમ કિસાન યોજના 14મો હપ્તો ખેડૂત ના ખાતા માં જમા થઈ ગયેલ છે પરંતુ 15 હપ્તો ક્યારે આવશે એની ખેડૂત રાહ જોઈ રહ્યા છે તેમજ આ PM Kisan 15th installment માં પરિવાર ને કેટલા લોકોને લાભ મળશે?

pm kisan samman nidhi yojana
pm kisan samman nidhi yojana

પીએમ કિસાન સન્માન નિધિ યોજના 2023 નો લાભ કોને કોને મળશે?

જો તમેં જાણવા માંગો છો કે પીએમ કિસાન યોજના 15મો હપ્તો કુટુંબ ના કેટલા વ્યક્તિ ને મળશે અથવા તો કોને કોને મળશે,તો આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો લાભ પરિવાર એક મુખ્ય સદસ્ય ને મળશે જેનું નામ જમીન નોંધણી (7 12 8અ ના ઉતારા) માં હોવું જરૂરી છે.

પી એમ કિસાન હપ્તો ક્યારે આવશે?

દેશ ના કેટલાય ખેડૂત પીએમ કિસાન યોજના 15મો હપ્તો ની રાહ જોઈ રહ્યા છે, જેમાં અત્યાર સુધી માં ભારત સરકાર દ્વારા કોઈ પણ સત્તાવાર જાહેરાત કરી નિશ્ચિત તારીખ આપી નથી,પરંતુ અત્યાર સુધી આવેલા હપ્તા મુજબ અદાજીત નવેમ્બર ડિસેમ્બર મહિના માં 15 મો હપ્તો આવી શકે છે.

ખેડૂતની આ યોજના વિશે પણ જાણો :

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના રજિસ્ટ્રેશન

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના માં રજિસ્ટ્રેશન કરાવવા માટે નીચે જણાવેલ સ્ટેપ મુજબ કરી શકો છો.

  • સૌપ્રથમ પી એમ કિસાન વેબસાઇટ https://pmkisan.gov.in/ પર જાઓ.
  • હવે FARMERS CORNER માં જઈ New Farmer Registration પર ક્લિક કરો.
  • Rural Farmer Registration અને Urban Farmer Registration બે માંથી એક પસંદ કરો.
  • ત્યાર બાદ આધાર કાર્ડ નંબર અને મોબાઈલ નંબર અને રાજ્ય વિગત ભરી રજિસ્ટ્રેશન પ્રોસેસ કરો.
  • OTP પક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ રજિસ્ટ્રેશન વિકલ્પ પસંદ કરો.
  • હવે બાકી ની તમામ વિગત માંગ્યા મુજબ ભરો.
  • ત્યાર બાદ જરૂરી દસ્તાવેજ અપલોડ કરો.
  • તમામ પક્રિયા પૂર્ણ થઈ ગયા બાદ અરજી સબમિટ કરો,અરજી સ્વીકાર્ય નો મેસેજ સ્ક્રીન પર જોવા મળશે.

જો તમે આ યોજના નો લાભ લાંબા સમય સુધી લેવા માંગતા હોય તો તમારે જલ્દી પી એમ કિસાન વેબસાઇટ પર જઈ e-KYC કરી લેવું જોઈએ અને તમરું બેન્ક ખાતું આધાર કાર્ડ સાથે લિન્ક હોવું જરૂરી છે.

ખેડૂતની આ યોજના વિશે પણ જાણો :

FAQ’s

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ શું છે?

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PIV-KISAN) એ એક નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે જે દેશના તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરેલું જરૂરિયાતો સાથે સંબંધિત વિવિધ ઇનપુટ્સ મેળવવા માટે તેમની નાણાકીય જરૂરિયાતોને પૂરક કરવા માટે આવક સહાય પૂરી પાડે છે. યોજના હેઠળ, લક્ષ્યાંકિત લાભાર્થીઓને લાભ ટ્રાન્સફર કરવા માટેની સમગ્ર નાણાકીય જવાબદારી ભારત સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ફાયદા શું છે?

પીએમ-કિસાન યોજના હેઠળ, તમામ જમીનધારક ખેડૂતોના પરિવારોને દર ચાર મહિને રૂ.2000 ના ત્રણ સમાન હપ્તામાં ચૂકવવાપાત્ર કુટુંબ દીઠ વાર્ષિક રૂ. 6000નો નાણાકીય લાભ આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ક્યારે શરૂ કરવામાં આવી?

PM-કિસાન યોજના માનનીય વડા પ્રધાન દ્વારા 24 ફેબ્રુઆરી, 2019 ના રોજ શરૂ કરવામાં આવી હતી.

આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કઈ તારીખથી અમલમાં આવી છે?

આ યોજના 01.12.2018 થી અમલમાં આવી હતી.

Leave a Comment