Children day 2023 : જાણો કેમ માનવવામાં આવે છે 14 નવેમ્બરે બાળ દિવસ

Children day 2023 : ભારત સમેત પૂરી દુનિયા માં બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે,વિશ્વના દેશો માં બાળ દિવસ અલગ અલગ દિવસે મનાવવામાં આવે છે. ભારત માં બાળ દિવસ દર વર્ષે 14 નવેમ્બર ના દિવસે મનાવવામાં આવે છે.અને બાળ દિવસ ભારત ના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ ના જન્મ દિન 14 નવેમ્બર મનાવવામાં આવે છે. કેમકે જવાહરલાલ નેહરુ ને બાળકો ઘણા પ્રિય અને પ્રેમ કરતાં હતા. બાળકો પણ તેમને ચાચા નેહરુ કહીને બોલાવતા હતા. આ એક બાળકો નો રાષ્ટ્રીય તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Children day

બાળ દિવસ શું છે ? | What is Children day ?

બાળ દિવસ પૂરી દુનિયા ના બાળકો માટે નો એક તહેવાર છે,આ દિવસ બાળકો ના અધિકાર,શિક્ષણ,જાગરૂકતા તેમજ સારી રીતે બાળકો ની વર્તન વ્યવહાર રાખવાના ઉદેશ થી આપણાં ભારત દેશ 14 નમેમ્બરે આ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.

ક્યારથી ઉજવણી કરવામાં આવે છે બાલ દિવસ ની | Children day Celebration

આપણાં ભારત માં આઝાદી પછી બાળ દિવસ વર્ષ 1959 માં મનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યારે બાળ દિવસ વિશ્વ સ્તર પર ઉજવણી કરવાની એક નિશ્ચિત તારીખ 20 નવેમ્બર ના દિવસે ઉજવણી કરવામાં આવતી હતી.પણ વર્ષ 1964 માં પંડિત જવાહરલાલ નેહરુ ના મૃત્યુ પછી સાંસદ માં પરસ્તવ પાસ કરી 20 નવેમ્બર બદલી ને 14 નવેમ્બરે પંડિત જવાહરલાલ નેહરુ ના જન્મ જયંતી ના દિવસે તેમના માં સમ્માનમાં બાળ દિવસ ની ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું.આ દિવસે દેશ ના તમામ બાળકો ચાચા નેહરુ ને યાદ કરે છે અને શાળાઓમાં નાટકો,વકૃતત્વ સ્પર્ધા,નિબંધ સ્પર્ધા તેમજ અન્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવે છે.

બીજા અન્ય દેશો માં 20 નવેમ્બરે બાળ દિવસ ની ઉજવણી | Other Country Children day Celebrate

ભારત સિવાય બીજા અન્ય સયુક્ત રાષ્ટ્રમાં 20 નવેમ્બરે બાળ દિવસ ઉજવણી કરવાની ઘોષણા કરવામાં આવી હતી. ભારત માં પણ 20 નવેમ્બરે જ બાળ દિવસ ની ઉજવણી કરવામાં આવતી હતી. પંડિત જવાહરલાલ નેહરુ ના મૃત્યુ બાદ 14 નવેમ્બરે બાળ દિવસ નું ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

બીજા અન્ય દેશોમાં બાળ દિવસ

દેશ નું નામ તારીખ
ન્યુઝીલેન્ડ માર્ચ નો પહેલો રવિવાર
થાઈલેન્ડ જાન્યુઆરીનો બીજો શનિવાર
બહમાસ જાન્યુઆરીનો પહેલો શુક્રવાર
બાંગ્લાદેશ 17 માર્ચ
તુર્કી 23 એપ્રિલ
ચાઈના-હોન્કકૉંગ 4 એપ્રિલ
મેક્સિકો 30 એપ્રિલ
જાપાન-સાઉથ કોરિયા 5 મે
માલદીવ 10 મે
યુનાઈટેડ સ્ટેટ જૂન નો બીજો રવિવાર
પાકિસ્તાન 1 જુલાઇ
ઇંડોનેશિયા 23 જુલાઇ
આર્જેન્ટિના-પેરૂ ઓગસ્ટ નો ત્રીજો રવિવાર
જર્મની 20 સપ્ટેમ્બર
ઓસ્ટ્રેલિયા-મલેશિયા ઑક્ટોબર નો ચોથો શનિવાર
સિંગાપુર ઑક્ટોબર નો પહેલો શુક્રવાર
બ્રાઝિલ12 ઓક્ટોબર
ઈરાન8 ઓક્ટોબર
દક્ષિણ આફ્રિકાનવેમ્બર નો પહેલો શનિવાર
કેનેડા,ફ્રાન્સ,આઇલેન્ડ,ઇઝરાઇલ,કેન્યા,ગ્રીસ,મલેશિયા, ફિલીપીન્સ,યુનાઈટેડ કિંગડમ,સર્બિયા,સ્પેન,સ્વિડન, સ્વિઝેલેન્ડ20 નવેમ્બર

Children day FAQ‘s

Q. બાળ દિવસ ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ?

Ans. 14 નવેમ્બર ના દિવસે ઉજવણી કરવામાં આવે છે બાળ દિવસની

Q . બાળ દિવસ કોના જન્મ દિવસ પર મનાવવામાં આવે છે ?

Ans .પંડિત જવાહરલાલ નહેરુ ના જન્મ દિવસ પર

Q.વિશ્વમાં પ્રથમ બાળ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો હતો.?

Ans. વર્ષ 1954માં

1 thought on “Children day 2023 : જાણો કેમ માનવવામાં આવે છે 14 નવેમ્બરે બાળ દિવસ”

Leave a Comment