Khedut Mobile Sahay Yojana : ગુજરાત સરકાર ખેડૂતોને મફત મોબાઇલ ફોન આપશે!

Khedut Mobile Sahay Yojana 2023 : આજ ની સમય એવો છે કે ડિજિટલ ટેકનોલોજી વગર જીવવું લગભગ અશક્ય બની ચૂક્યું જેમાં પાછળ કેટલાક વર્ષ થી ભારત માં ટેકનોલજી નો બહુ ઝડપ થી વિકાસ થયો છે, આ વિકાસ થકી લોકો ડિજિટલ યુગ તરફ આગળ વધ્યા છે અને તેમાં સૌથી મહત્ત્વનો ભાગ મોબાઈલ ભજવી રહ્યો છે, મોબાઈલ આજે દરેક માટે જરૂરી બની ગયો છે પરંતુ દરેક વ્યક્તિ માટે મોબાઈલ લેવા માટે પૂરતા રૂપિયા નથી જેમાં સરકાર દ્વારા જેમને અત્યંત જરૂરી હોય એવા ભારત ના અન્ન દાતા ખેડૂત માટે Khedut Mobile Sahay Yojana બહાર પાડી છે જેમાં ખેડૂત ને મોબાઈલ સહાય પૂરી પાડવામાં આવે છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ Khedut Mobile Sahay Yojana કૃષિ ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂત ને પાક માં વધુ ઉત્પાદ અને ખેતી વિષયક જાગરૂકતા ના હિત માટે આ યોજના ની શરૂઆત કરવામાં આવી છે. જેની અરજી ખેડૂતે www.ikhedut.gujarat.gov.in portal પર કરી શકે છે.

ખેડૂત મોબાઇલ સહાય યોજના 2023-24
ખેડૂત મોબાઇલ સહાય યોજના 2023-24

Khedut Mobile Sahay Yojana 2023 | ikhedut smartphone yojana 2023

યોજનાનું નામખેડૂત મોબાઇલ સહાય યોજના
યોજનાનો હેતુખેડૂતોને ડિજિટલ સેવાઓનો લાભ મેળવવામાં મદદ કરવી
લાભાર્થીગુજરાતના તમામ ખેડૂતો, જેમની વાર્ષિક આવક રૂ. 2 લાખથી ઓછી હોય
સહાયની રકમ15,000 રૂપિયા સુધીના મોબાઇલ ફોનની ખરીદી પર રૂ. 6,000 સુધીની સહાય
અરજી કરવાની તારીખ 16/09/2023 થી 15/10/2023 (ઓનલાઈન)
Official Website www.ikhedut.gujarat.gov.in

યોજનાનો હેતુ અને લાભાર્થી ની પાત્રતા

આ ikhedut smartphone yojana માટે કૃષિ ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા યોગ્ય પાત્રતા અને હેતુ નક્કી કરવામાં આવેલ છે જે નીચે મુજબ આપવામાં આવેલ છે.

  • આ યોજનાનો ઉદેશ ગુજરાત ના દરેક ખેડૂત ને ડિજિટલ સેવા નો લાભ મળી રહે અને નવી ટેકનોલોજી ની જાણકારી ઉપલબ્ધ રહે.
  • આ યોજના નો લાભ લેવા માટે ખેડૂત ગુજરાતનો રહેવાસી હોવો જોઈએ.
  • ખેડૂતની વાર્ષિક આવક રૂ. 2 લાખથી ઓછી હોવી જોઈએ.
  • ખેડૂતએ સરકાર માન્ય બેંકમાં ખાતું ધરાવવું હોવું જોઈએ.
  • ખેડૂત પોતાની જમીન ધરાવતો હોવો જોઈએ અને ખેતી કરતો હોવો જોઈએ.

ખેડૂત મોબાઇલ સહાય યોજના સહાયની રકમ

આ ખેડૂત સહાય મોબાઇલ યોજના માં ગુજરાતના ખેડૂતોને 15,000 રૂપિયા સુધીના મોબાઇલ ફોનની ખરીદી પર રૂ. 6,000 સુધીની સહાય આપવામાં આવશે.

  • 15,000 રૂપિયા સુધીના મોબાઇલ ફોનની ખરીદી પર રૂ. 6,000 સુધીની સહાય મળવાપાત્ર રહશે. અથવા ખરીદ કિંમત પર 40 % સુધીની સહાય સહાય મળવાપાત્ર રહશે.

ખેડૂત મોબાઇલ સહાય યોજના નો લાભ

  •  આ Smartphone Sahay Yojana 2023 થી ખેડૂતોને હવામાનની આગાહી, બજારની ભાવે, ખેતીલક્ષી માહિતી, સરકારી યોજનાઓ વગેરે જેવી ડિજિટલ સેવાઓનો લાભ મોબાઈલ માં મળશે. આ સેવાઓ ખેડૂતોને તેમની ખેતીને વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક વધારો કરવામાં મદદ કરશે.
  • આ યોજના થકી ડિજિટલ સેવાઓનો લાભ લઈને ખેડૂતો તેમની ખેતીને વધુ કાર્યક્ષમ બનાવી શકશે. આનાથી તેમનું ઉત્પાદન વધશે અને તેમની આવકમાં વધારો થશે.જેથી ખેડૂત સમૃદ્ધ બનશે.
  • Gujarat Farmer Free Smartphone Scheme 2023 થી ખેડૂતોને ડિજિટલ ટેક્નોલોજી સાથે જોડાવામાં લાભ મળશે. આનાથી તેઓ નવી નવી ખેતી પદ્ધતિઓ અને ટેકનોલોજીનો અભ્યાસ કરી શકશે અને પોતાની ખેતીને વધુ આધુનિક અને ગુણવત્તાયુક્ત બનાવી શકે છે.
  • આ યોજના થકી ખેડૂત ને ખેતી વિષયક જાણકારી સરળતા મેળવી શકશે.

ખેડૂત મોબાઇલ સહાય યોજનામાં અરજી કરવાની તારીખ

અરજી કરવાની શરૂઆત તારીખ 16/09/2023
અરજી કરવાની છેલ્લી તારીખ15/10/2023

Khedut mobile sahay yojana online registration

ખેડૂત સહાય મોબાઇલ યોજના માં અરજી કરવા માટે નીચે મુજબ ના સ્ટેપ નું પાલન કરો.

  • સૌ પ્રથમ ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જાઓ.
  • ત્યાર બાદ “ખેડૂત સહાય મોબાઇલ યોજના” લિંક પર ક્લિક કરો.
  • હવે “અરજી કરો” બટન પર ક્લિક કરો.
  • ખેડૂતે પોતાની વ્યક્તિગત માહિતી અને ખેતીની માહિતી ભરો.
  • ત્યાર બાદ આધાર કાર્ડ, ખેતી ઉત્પાદનનું પ્રમાણપત્ર અને બેંક ખાતાની નિવેદિત જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે સંપૂર્ણ વિગત ભરાઈ ગયા બાદ “સબમિટ” બટન પર ક્લિક કરો.

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી ભરાઈ ગયા બાદ અરજીનું સ્ટેટસ જાણવા માટે Application Status પર જઈ ચકાસણી કરી શકો છે.

ખેડૂત મોબાઇલ સહાય યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ

  • આધાર કાર્ડ
  • બેન્ક ખાતા પાસબુક
  • કેન્સલ ચેક
  • મોબાઇલ ખરીદેલ બિલ
  • ખેડૂત ના જમીન દસ્તાવેજ
  • અન્ય વિગત

અરજી કરવા માટેની મહત્ત્વની લિન્ક

ઓનલાઈન અરજી કરવા માટેઅહી ક્લિક કરો
GD હોમપેજઅહી ક્લિક કરો
અમારા Whatsaap Group માં જોડાવા માટેઅહી ક્લિક કરો

જો તમે એક ખેડૂત પરિવારથી આવો છો, તો તમારે આ યોજના વિશે પણ જાણવું જોઈએ :

FAQ’s

  1. ખેડૂત મોબાઇલ સહાય યોજના હેઠળ કેટલી સહાય મળશે?

    ખેડૂત સહાય મોબાઇલ યોજના હેઠળ, ખેડૂતોને 15,000 રૂપિયા સુધીના મોબાઇલ ફોનની ખરીદી પર રૂ. 6,000 સુધીની સહાય આપવામાં આવશે. જો ખેડૂત 15,000 રૂપિયાથી વધુ કિંમતનો મોબાઇલ ફોન ખરીદે છે, તો તેને માત્ર 15,000 રૂપિયા સુધીની સહાય મળશે.

  2. ખેડૂત મોબાઇલ સહાય યોજનાની અંતિમ તારીખ શું છે?

    ખેડૂત સહાય મોબાઇલ યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 15 ઓક્ટોબર, 2023 છે.

  3. ખેડૂત મોબાઇલ સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?

    ખેડૂત સહાય મોબાઇલ યોજના માટે અરજી ikhedut.gujarat.gov.in વેબસાઇટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહશે.