Krishna janmashtami 2023 : કૃષ્ણ જન્માષ્ટમી કથા શું છે ? વાંચો

 krishna janmashtami katha 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Krishna janmashtami 2023 : ભાંદભદ્ર કૃષ્ણ અષ્ટમીના  દિવસ ને ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમી કહેવામાં આવે છે.કેમકે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ નો જન્મ થયો હતો, આ દિવસે અંધારી રાત માં મથુરાની કાળકોઠરી માં દેવકીએ બાળ કૃષ્ણ ને  જન્મ આપ્યો હતો. 

 janmashtami
krishna janmashtami images

કૃષ્ણ જન્મની આખી કથા વાંચો :

     દ્વાપરયુગ ના ભોજવંસી રાજા ઉગ્રસેન મથુરા માં રાજ કરતાં હતા.ઉગ્રસેનનો કંસ પુત્ર હતો,કંસ એ પોતાના પિતા ને રાજ્ય ની ગાદી પર થી ઉતારી મૂકી પોતે મથુરા નો રાજા બની ગયો. કંસ ની એક બહેન દેવકી હતી ,તેના લગ્ન વાસુદેવ સાથે કરાવ્યા હતા,વાસુદેવ યદુવંસી સરદાર હતો.

krishna janmashtami 2023

   કંસ પોતાની બહેન દેવકીને મૂકવા માટે એના સાસરે જતો હતો,રસ્તા માં જતાં જતાં એક આકાશવાણી થઈ : હે કંસ દેવકીને તું બહુ પ્રેમ થી લઈ જઈ રહ્યો છે,એમાં જ તારો કાળ સમાયેલો છે ,દેવકી ના ગર્ભ માંથી આઠમા નંબરનું બાળક ઉત્પન થશે તે તારો વધ કરશે,આ સાંભળી ને કંસ વાસુદેવ ને મારવામાં માટે ક્રોધિત થઈ ગયો. 

      ત્યારે દેવકી એ એને વિનમ્રતાથી કહ્યું : મારા ગર્ભ થી જે સંતાન થશે  તે તને આપી દઈશ,આમ મારવા થી શું ફાયદો ,કંસએ દેવકી ની વાત માની લીધી અને મથુરા પાછો ચાલી ગયો અને દેવકી વાસુદેવ ને કાળીકોઠરી માં કેદ કરી દીધા.ત્યાં વાસુ દેવ આને દેવકી ને એક એક કરતાં સાત બાળક થયા પરંતુ કંસએ બધા ને મારી નાખ્યા. 

  હવે આઠમાં  બાળક નો જન્મ થવાનો હતો ત્યારે કંસએ કાળકોઠરી માં પહરેદારી વધારી દીધી હતી એજ સમયે વૃંદાવનમાં નંદ ની પત્ની યશોદા પણ બાળક ને  જન્મ આપવાની હતી ત્યારે પોતાનું દુખી જીવન જોઈ દેવકી અને વાસુદેવ ને એક ઉપાય આવ્યો. જે સમયે વાસુદેવ દેવકી ને પુત્ર જન્મ્યો તે જ સમયે યશોદાએ પણ પૂત્રી ને જન્મ આપ્યો.

જે કોઠરી માં વાસુદેવ દેવકી કેદ હતા તેમાં અચાનક પ્રકાશ આવ્યો અને શંખ,ચક્ર,ગદા ધારણ કરેલ ભગવાન પ્રગટ થયો બંને ભગવાન ના ચરણ માં પડી ગયા. ત્યારે ભગવાને કહ્યું : હવે હું પાછો બાળક નું રૂપ લઈ રહ્યો છું

ભગવાન : તમે મને આજ સમયે પોતાનો મિત્ર નંદજી ના ઘરે મૂકી આવો અને નંદજી ના ઘરે જે કન્યા જન્મી છે એને લાવી કંસ ને આપી દો.

વાસુદેવ : અત્યારે વાતાવરણ બહુ ખરાબ છે 

ભગવાન : તો પણ તમે ચિંતા ના કરો,પહરેદાર સૂઈ જશે ,કોઠરી નો દરવાજો જાતે ખૂલી જશે,પાર કરવા માટે યમુના નદી રસ્તો આપી દેશે

    તે જ સમયે વાસુદેવ કૃષ્ણ ને ટોપલી માં લઈ નંદ ના ઘરે જવા માટે નીકળી ગયો અને યમુના નદીને પાર કરી નંદજી ના ઘરે પહોંચી ગયો ત્યાં વસુદેવે યશોદાની બાજુ માંથી કન્યા લઈ પુત્ર મૂકી ત્યાંથી કન્યા ને લઈ પાછો મથુરા આવી ગયો અને કાળ કોઠરી ના દરવાજા પાછા આપોઆપ બંધ થઈ ગયા અને કંસ ને સૂચના મળી કે વાસુદેવ દેવકી ને કન્યા જન્મી છે ત્યારે કંસએ કોઠરી માં આવી બાળકીને  હાથ માં લઈ જમીન પર પછાડવાની કોશિશ કરી પરંતુ કન્યા આકાશ માં ઊડી ગઈ અને કહ્યું : અરે મૂર્ખ મને મારવાથી શું થશે ! તને મારવા વાળો તો વૃંદાવન માં પહોંચી ગયો છે , તે તારા પાપ ની સજા જલ્દી આપશે. કૃષ્ણ જન્માષ્ટમી ની કથા આ મુજબ છે. 

Read More : teachers day 2023 : જાણો ક્યારે અને કેવી રીતે શિક્ષક દિવસ ની શરૂઆત શિક્ષક દિવસનો શું ઇતિહાસ છે ?

Shri Krishna Janmashtami FAQ’s

 2023 માં કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે ?  janmashtami 2023 kab hai

 વર્ષ 2023 માં કૃષ્ણ જન્માષ્ટમી 07 September 2023 એ આ તહેવાર મનાવવામાં આવશે.

 

1 thought on “Krishna janmashtami 2023 : કૃષ્ણ જન્માષ્ટમી કથા શું છે ? વાંચો”

Leave a Comment