મનિકા બત્રા નો જીવન પરિચય | Manika Batra Biography In Gujarati

Manika Batra Biography : મનિકા બત્રા ભારતીય ટેબલ ટૅનિસ ખેલાડી છે જે ઘણી નાની ઉંમર મોટી ઉપલબ્ધીઓ મેળવી લીધી છે 2022 માં એશિયા કપ ટેબલ ટેનિસ માં ભારત ની એક માત્ર મહિલા ખેલાડી છે જેણે એશિયા કપ માં મેડલ જીત્યો છે. અને ભારતીય મહિલા ટેબલ ટેનિસ ખેલાડી મનિક બત્રા એ એક નવી ઇતિહાસ બનાવી દીધો છે. તો ચાલો જાણીએ મનિકા બત્રા નો જીવન પરિચય. તેમના જીવન ,કરિયર,પુરસ્કાર અને એવાર્ડ વિશે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Manika Batra Biography
Manika Batra Biography

જન્મ અને પરિવાર | Manika Batra Birth & family

ભારત ની ખ્યાતનામ ટેબલ ટેનિસ ખેલાડી મનિકા બત્રા નો જન્મ 15 જૂન 1995 માં ભારત ની રાજધાની અને કેન્દ્રનો પ્રદેશ દિલ્લી માં થયો હતો. તેમના પિતાનું નામ ગિરીશ બત્રા છે જ્યારે તેમની માતા નું નામ સુષ્મા બત્રા છે. મનિક બત્રા ની સાથે તેઓ કુલ 3 ભાઈ બહેન છે તેમના મોટા ભાઈ નું નામ સાહિલ બત્રા છે અને તેની મોટી બહેન નું નામ અંચલ બત્રા છે. મનિક બત્રા એ ટેબલ ટેનિસ રમવાની શરૂઆત તેમના ભાઈ બહેન રમતા હતા તે જોઈ ને મનિકા બત્રા એ રમવાનું 4 વર્ષ નું ઉંમર માં શરૂ કર્યું હતું.

નામ મનિકા બત્રા
જન્મતારીખ 15 જૂન 1995
જન્મ સ્થાન દિલ્લી
ઉંમર 27
રાષ્ટ્રીયતા ભારતીય
ગૃહ નગર દિલ્લી,ભારત
ઊચાઇ 6 ફૂટ
વજન 65 કિલોગ્રામ
ધર્મ હિન્દુ
કોચ સંદીપ ગુપ્તા

મનિકા બત્રા પરિવાર | Manika Batra family

પિતાનું નામ ગિરીશ બત્રા
માતાનું નામ સુષ્મા બત્રા
બહેનનું નામ આંચલ બત્રા
ભાઈનું નામ સાહિલ બત્રા

મનિકા બત્રા ની શિક્ષા | Manika Batra Education

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મનિક બત્રા એ હંસરાજ મોડલ શાળા થી પોતાના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ નું ભણતર મેળવ્યું હતું અને ત્યાર બાદ જીસસ અને મેરી સ્કૂલ દિલ્લી માં કોલેજ માં એડમિશન લીધું હતું અને તેને 1 વર્ષ ના સમય કોલેજ માંથી ડ્રોપઆઉટ થઈ ગઈ હતી, ત્યાર બાદ મનિકા બત્રા એ ટેબલ ટેનિસ માં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું . અને હાલ મનિકા બત્રા ટેબલ ટેનિસ માં પરિવાર ની સાથે સાથે દેશ નું પણ નામ રોશન કરી રહી છે.

મનિકા બત્રા ટેબલ ટેનિસ કરિયર અને જીવન | Manika Batra career

મનિકા બત્રા ને નાનપણ થી જ પોતાના ભાઈ બહેન સાથે ટેબલ ટેનિશ રમવાનો શોખ હતો. તેને તેની 4 વર્ષ નું ઉંમર થી ટેબલ ટેનિસ રમવાનું શરૂ કરી દીધું હતું. મનિક બત્રા એ સ્ટેટ લેવલ અંદર 8 ટૂનામેન્ટ જીત્યો હતો અને તેને ત્યાર બાદ ટેબલ ટેનિસ કોચ સંદીપ ગુપ્તા પરથી કોચીગ લેવાનો નિર્ણય કર્યો હતો. મનિકા બત્રા ટેબલ ટેનિસ રમવા માટે 16 વર્ષ ની ઉંમર માં સ્વીડન ના પીટર કારલ્સન અકાદમી માં ટ્રેનિંગ સ્કૉલશીપ તેમજ મૉડેલિંગ ની ઓફર ને પણ ના પાડી દીધી હતી.

  • મનિકા બત્રા નાની 13 વર્ષ ની ઉંમર 2008 માં આંતરાષ્ટ્રીય સ્તર પર ભારત નું પ્રતિનિધત્વ કર્યું હતું,ત્યાર બાદ ચીની ઓપન 2011 માં અંડર 21 માં સિલ્વર પદક જીત્યો હતો.
  • ત્યાર બાદ 2014 માં ગ્લાસગૉ રાષ્ટ્રમંડલ ખેલ માં ક્વાટર ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. અને 2014 માં જ એશિયાય ખેલ માં પણ ફાઇનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી.
  • 2015 કોમનવેલ્થ ગેમ્સ માં ટેબલ ટેનિસ ની યુગલ સ્પર્ધામાં રજત પદક અને મહિલા ટેબલ ટેનિસ ની પ્રતિયોગિતા માં મનિકા બત્રા એ કાંસ્ય પદક જીત્યો હતો.
  • 2016 માં મનિકા બત્રા એ દક્ષિણ એશિયા ખેલ માં 3 સ્વર્ણ પદક જીત્યા હતા.
  • ત્યાર બાદ 2018 માં મનિક બત્રા એ ગોલ્ડ કોસ્ટ માં શાનદાર પ્રદશણ કર્યું હતું,કુલ 4 પદક જીત્યા હતા. જેમાં 2 સ્વર્ણ પદક હતા અને રાષ્ટ્રમંડળ ખેલ ની અંદર 2018 નું વર્ષ મનિકા બત્રા માટે સૌથી સફળ વર્ષ રહ્યું હતું.
  • 2020 ટોક્યો ઓલમ્પિક માં એંકલ માં રાઉન્ડ ઓફ 21 માં જગ્યા બનાવવા વાળી ભારત ની પહેલ મહિલા ટેબલ ટેનિસ ખેલાડી બની હતી.
  • 2022 માં એશિયા કપ ટેબલ ટેનિસ માં મેડલ જીતવા વાળી ભારત ની પહેલી મહિલા ટેબલ ટેનિસ ખેલાડી છે જે મનિકા બત્રા એ નવો ઇતિહાસ બનાવી દીધો છે.

આ પણ વાંચો : હરમનપ્રીત કૌર નો જીવન પરિચય |  Harmanpreet Kaur Biography

મનિકા બત્રા ને મળેલ પુરસ્કાર | Manika Batra Award

2020 રાજીવ ગાંધી ખેલ રત્ન એવાર્ડ (Rajiv Gandhi khel ratn award)
2018 અર્જુન પુરસ્કાર (ટેબલ ટેનિસ માટે) (Arjun Award)

મનિકા બત્રા નેટવર્થ | Manika Batra Networth

મનિકા બત્રા ની નેટ વર્થ 1.5 મિલિયન જે ભારતીય કિંમત ના 11,22,80,000 રૂપિયા બરાબર છે.

Manika Batra FAQ’s

Q.મનિકા બત્રા નો જન્મ ક્યારે અને કયા થયો હતો ?

Ans : 15 જૂન 1995 – દિલ્લી

Q.મનિકા બત્રા ની ઉંમર કેટલી છે ?

Ans : 27 વર્ષ

Q.મનિકા બત્રા એ ટેબલ ટેનિસ ક્યારે રમવાનું શરૂ કર્યું હતું ?

Ans : 4 વર્ષ નું ઉંમર માં

Q.મનિકા બત્રા ના કોચ કોણ છે ?

Ans : સંદીપ ગુપ્તા

Q.મનિકા બત્રા કોણ છે ?

Ans : ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી

Q.મનિકા બત્રા ને કયા કયા પુરસ્કાર થી સમ્માનિત કરવામાં આવેલ છે ?

Ans : રાજીવ ગાંધી ખેલ રત્ન એવાર્ડ અને અર્જુન પુરસ્કાર

Leave a Comment