નારાયણ જગદીસન નો જીવન પરિચય | Narayan Jagadeesan Biography in Gujarati

Narayan Jagadeesan Biography : ભારત તરફ થી ઉચ્ચ કક્ષા નું નેતૃત્વ કરવા માટે ભારત દેશ ના અલગ અલગ ક્ષેત્ર તેમજ અલગ અલગ રાજ્ય ના ઘણા બધા ખેલાડીઓ દિવસ રાત મેહનત કરે છે અને સપનું પૂરું કરે છે. આપણે આજે એવા જ એક ભારત નો ઉભરતો તેમજ ચમકતો સિતારો ખેલાડી અને હાલ માં ઘણું પરિશ્રમ કરી તમિલનાડુ ના નારાયણ જગદીસને 277 રન ની ઇનિંગ રમી ને લોકો નું અને Bhartiy Cricket board-BCCI નું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે એવા ખેલાડી વિશે આ લેખ દ્વારા જીવન પરિચય લઈશું.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Narayan Jagadeesan

જન્મ અને પરિવાર | Narayan Jagadeesan Birth & Family

નારાયણ જગદીસન એ ભારતીય ક્રિકેટર છે તેનો જન્મ 24 ડિસેમ્બર 1995 માં કોયેમ્બતુર, તમિલનાડુ રાજ્યના માં થયો હતો નારાયણ જગદીસનના પિતા નું નામ સી જે નારાયણ અને માતા નું નામ જયશ્રી છે તેમના પિતા c.j.narayan cricketer હતા અને તેઓ ટાટા ઇલેક્ટ્રિકલ તરફ થી ક્રિકેટ રમી ચૂક્યા છે.

નારાયણ જગદીસન ની વ્યક્તિગત ઓળખાણ | Narayan Jagadeesan Profile

નામ (Name)નારાયણ જગદીસન
જન્મતારીખ (Birthdate)24 ડિસેમ્બર 1995
જન્મસ્થાન (Birthplace)કૉયંબતુંર,તમિલનાડુ
ઉંમર (Age)27 વર્ષ (2022)
વ્યવસાય (Profession)ક્રિકેટ
રાષ્ટ્રીયતા (Nationality)ભારતીય
ગૃહનગર (Hometown)કૉયંબતુંર
શિક્ષણ (Education)બી કોમ
કોલેજ (Collage)પી એસ જી કોલેજ,કૉયંબતુંર
ઊચાઇ (Height)5 ફૂટ 11 ઇંચ
વજન (Weight)65 કિલોગ્રામ
ધર્મ (Religion)હિન્દુ

નારાયણ જગદીસન પરિવાર | Narayan Jagadeesan Family

પિતાનું નામ (Father Name)સી જે નારાયણ (C j Narayan)
માતાનું નામ (Mother Name)જયશ્રી
ભાઈનું નામ (Brother Name)ખબર નથી
બહેનનું નામ (Sister Name)ખબર નથી

નારાયણ જગદીસન નું ભણતર | Narayan Jagadeesan Education

Narayan Jagadeesan School નું ભણતર સ્ટેન્સ એન્જેલો ઇન્ડિયન હાયર સેકન્ડરી સ્કૂલ માં સંપૂર્ણ શિક્ષણ મેળવ્યું હતું.ત્યાર બાદ તેને પોતાનું ઉચ્ચ શિક્ષણ – કોલેજ બીકોમ નો અભ્યાસ પી એસ જી આર્ટસ સાયન્સ કોલેજ કોયેમ્બતુર્ થી પૂર્ણ કર્યો.

શરૂઆત માં નારાયણ જગદીસનને પિતા ક્રિકેટ ની ટ્રેનિંગ આપતા હતા અને ત્યાર પછી પિતા એ કોચ પાસે મોકલો અને ત્યાં તેને સંપૂર્ણ કોચિંગ લીધું હતું .નારાયણ જગદીસનના કોચ અને ગુરુ તેના પિતા તેમજ શ્રી એ જી ગુરૂષમી છે બંને એ તેને ક્રિકેટ ના ગુણો શીખવ્યા છે.

નારાયણ જગદીસન ક્રિકેટ કરિયર Narayan Jagadeesan Cricket Career

નારાયણ જગદીસન એ તેની 9 વર્ષ ની ઉંમર માં ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું તેમના પિતા ને ક્રિકેટ રમતા જોઈ નારાયણ જગદીસન ને ક્રિકેટ માં નાનપણ થઈ રુચિ હતી. પિતા ને પણ ક્રિકેટ રમવું ઘણું પસંદ હતું એટલે માટે નારાયણ જગદીસનને ઘર તરફ થી પુરે પૂરું સમર્થન હતું.નારાયણ જગદીસને જ્યારે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું ત્યારે તેને બોલિંગ નાખવાનુ પસંદ હતું.પરંતુ તેના કોચ એ જી ગુરુષમી અને પિતા સી જે નારાયણે બોલિંગ છોડી ને બેટિંગ તેમજ વિકેટકીપર કરવા માટે કહ્યું હતું.તેની વિકેટકીપર ની પ્રેક્ટિસ દરમિયાન તેણે બોલિંગ ઓળખવાં નો ગુણ શીખી લીધો અને તે ગુણ તેને બેટિંગ દરમિયાન પણ ઘણો મદદગાર બન્યો.નારાયણ જગદીસન હાલ ભારતીય ક્રિકેટ જગત માં નવો ઉભરતો ખેલાડી છે.જે ઘરેલુ ક્રિકેટ માં તડબાતોડ પરફોર્મન્સ કરી રહ્યો છે અને IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ નો પણ હિસ્સો રહી ચૂક્યો છે.

નારાયણ જગદીસન તમિલનાડુ તરફ થી અંડર-14, અંડર-19,અંડર-22, અંડર-23 તેમજ અંડર-25 ટીમ તરફ થી રમી ચૂક્યો છે અને તેણે તમિલનાડુ પ્રીમિયર લીગ માં 3 વખતની વિજેતા ટીમ ચેપોક સુપર ગીલીજ માં પોતાનું શાનદાર પરફોર્મન્સ આપ્યું છે.

નારાયણ જગદીસન એ 27 ઓક્ટોબર 2016 માં 2016-17 ની રણજી ટ્રોફી માં તમિલનાડુ ટીમ માટે પ્રથમ શ્રેણી માં સારું એવું પરફોર્મન્સ કર્યું હતું ,જ્યાં તેણે પ્લેયર ઓફ ધ મેચ ની ખિતાબ જીત્યો હતો.

30 જાન્યુઆરી 2017 એ 2016-17 ઇન્ટર સ્ટેટ ટી 20 ટુર્નામેન્ટ માં ટીમ તમિલનાડુ માટે ટી 20 કરિયર ની શરૂઆત કરી હતી.

25 ફેબ્રઆરી 2017 એ 2016-17 વિજય હજારે ટ્રોફી માં લીસ્ટ એ ની શરૂઆત કરી જ્યાં સારું પરફોર્મન્સ આપ્યું હતું જેના કારણે આઈપીએલ ટીમે ખરીદ્યો હતો.

2018 માં IPL માં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે ખરીદ્યો હતો.

જાન્યુઆરી 2021-22 માં સૈયેદ મુસ્તાદ ટ્રોફી માં ફૂલ 8 મેચ રમી ને 364 રન બનાવી ટોપ -રન સ્કોરર રહ્યો હતો.

ક્રિકેટ કોચ (Cricket Coch)એ જી ગુરુશમી

નારાયણ જગદીસનની ડેબ્યું મેચ Narayan Jagadeesan Debut Match

ટી20 ક્રિકેટ માં ડેબ્યૂ ટી20 મેચ – 30 જાન્યુઆરી 2014 માં હૈદરાબાદ vs તમિલનાડુ ની મેચ માં ડેબ્યૂ કર્યું હતું.
આઇપીએલ 10 ઓક્ટોબર 2020 માં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ના વિરુદ્ધ પહેલું મેચ રમી.
ઘરેલી મેચ અને ટીમ તમિલનાડુ સયુક્ત જિલ્લા XI,ડીડીગૂલ ડેગ્નસ્,તમિલનાડુ અંડર-14,19,22,23 અને 25 માં રમ્યો.
રેકોર્ડ તમિલનાડુ પ્રીમિયર લીગ માં 5 મેચ માં 56 ની ઔસત સાથે 397 રન બનાવ્યા તેમ 5 અર્ધસતક તે અત્યાર સુધી ના ટુર્નામેન્ટ માં બીજા ખેલાડીઓ માંથી સઆઔથઈ વધારે છે.

નારાયણ જગદીસન વિશ્વ રેકોર્ડ | Narayan Jagadeesan World Record

નારાયણ જગદીસન એ 21 નવેમ્બર 2022 એ વિજય હઝારે ટ્રોફી વર્ષ 2022-23 માં અરુણાચલ પ્રદેશ ના વિરુદ્ધ 141 બોલ માં 277 રન બનવી ને લિસ્ટ-એ ક્રિકેટ માં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર નો વિશ્વ રેકોર્ડ બનવાયો. અને નારાયણ જગદીસન એ લિસ્ટ-એ ક્રિકેટ માં સળંગ લગાતાર 5 સદી મારવાનો પણ વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.નારાયણ જગદીસન એ વિરાટ કોહલી નો રેકોર્ડ તોડી દીધો છે, વિરાટ કોહલી 2002-09 ની સિઝન માં 4 સદી મારી હતી. આ લિસ્ટ માં કુમાર સંગાકારા,એલવીરો પીટરસન,દેવદત્ત પડિકકલ એ લિસ્ટ-એ ક્રિકેટમાં 4-4 સદીઓ મારી છે.

નારાયણ જગદીસન આઇપીએલ કરિયર | Narayan Jagadeesan ipl

  • નારાયણ જગદીસન ને ચેન્નાઈ સુપર કિંગે વર્ષ 2018 માં 20 લાખમાં ખરીદ્યો હતો.
  • આઇપીએલ 2019 માં નારાયણ જગદીસન પાછો 20 લાખ માં ખરીદી ને પોતાની ટીમ માં જ સમાવેશ કરી લીધો.
  • આઇપીએલ 2020 ચેન્નાઈ સુપર કિંગ એ પાછો પોતાની ટીમ માં સમાવેશ કર્યો અને 10 ઓક્ટોબર 2020 એ બેગલુરુ ના વિરુદ્ધ ડેબ્યૂ કર્યું હતું તેમ તેણે 5 મેચ માંથી 2 વાર રમવાનો મોકો મળ્યો હતો તેમાં તેણે 4 ચોગ્ગા અને 113.9 ની સ્ટ્રાઈક રેટ થી 33 રન બનાવ્યા હતા.
  • આઇપીએલ 2022 માં તેણે ફરી 20 લાખ ની બેસ કિમત માં તેણે ખરીદ્યો આ સિઝન માં તેણે 3 મેચ માં 3 ચોગ્ગા અને 1 છગ્ગો મારી 108.11 ની સ્ટ્રાઈક રેટ થી 40 રન બનાવ્યા.
  • આઇપીએલ માં નારાયણ જગદીસન ને વર્ષ 2018 માંથી ખરીદવા માં આવ્યો છે પણ તેને રમવાના મૌકા ઓછા મળ્યા.

આ પણ વાંચો : સુરેશ રૈના નો જીવન પરિચય | Suresh Raina Biography In Gujarati

Narayan Jagadeesan FAQ’s

Q.નારાયણ જગદીસન નો જન્મ કયા અને ક્યારે થયો હતો ?

Ans : 24 ડિસેમ્બર 1995- કૉયંબતુંર,તમિલનાડુ

Q.નારાયણ જગદીસન ની ઉંમર કેટલી છે ? Narayan Jagadeesan age

Ans : 27 વર્ષ (2022)

Q.નારાયણ જગદીસન ના માતા-પિતા નું શું નામ છે ?

Ans : સી જે નારાયણ અને જયશ્રી

1 thought on “નારાયણ જગદીસન નો જીવન પરિચય | Narayan Jagadeesan Biography in Gujarati”

Leave a Comment